સોશ્યલ મીડિયા નો ઉપયોગ જેમ માહિતી અને વાર્તાલાપ માટે ફાયદાકારક છે એમજ એના ગેરફાયદા પણ છે. આજકાલ લગભગ દરેક લોકો સોશ્યલ મીડિયા વાપરે છે. શાળામાં ભણતા બાળકોથી લઈને વૃદ્ધો દરેક લોકો સોશિયલ મીડિયાનો અઢળક ઉપયોગ કરે છે. જો કે ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં સોશિયલ મીડિયાને કારણે બાળકો પર ખરાબ અસર પણ પડી હોય.એવામાં હવે યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લોરીડા રાજ્યમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સોમવારે એટલે કે 25 માર્ચના રોજ ફ્લોરીડા રાજ્યના ગવર્નર રોન ડીસેન્ટિસે એક કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું છે કે 14 થી 15 વર્ષની વયના બાળકોને પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે માતાપિતાની સંમતિની જરૂર પડશે. આ પગલું બાળકોને તેમના માનસિક સ્વાસ્થ્ય માટેના ઓનલાઈન જોખમોથી બચાવવા માટે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે તે તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરવા પડશે જેમાં માતાપિતાની સંમતિ નથી.
જણાવી દઈએ કે આ બિલ 1 જાન્યુઆરી, 2025 ના રોજ કાયદો બની જશે અને એ સમયથી સગીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ કરવામાં આવશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ‘સોશિયલ મીડિયા બાળકોને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે, અને આ પગલું માતાપિતાને તેમના બાળકોની સુરક્ષામાં પણ મદદ કરશે.
જો કે બિલમાં કોઈ પ્લેટફોર્મનું નામ નથી, તે મેટ્રિક્સ, ઓટોપ્લે વીડિયો, લાઈવ સ્ટ્રીમિંગ વગેરે જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે વાત કરે છે. સરકારનું માનવું છે કે ઈન્ટરનેટ મીડિયા બાળકોને એવી બાબતોથી ઉજાગર કરે છે જે તેમનામાં ડિપ્રેશન, આત્મહત્યા અને ડ્રગ્સની લતનું કારણ બને છે.
સોશિયલ મીડિયાનો અર્થ છે સામાજિક સંચાર દ્વારા લોકો સાથે જોડાવું. આ ફિઝિકલ નેટવર્ક જેવું જ છે, બસ આ નેટવર્ક ઓનલાઈન છે. વર્તમાન યુગ ઓનલાઈન હોવાથી લોકો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ એકબીજા સાથે વાતચીત કરવા, સંપર્ક વધારવા કે પોતાની મનપસંદ વસ્તુઓ અને માહિતીની આપ-લે કરવા માટે કરે છે.સરળ શબ્દોમાં કહીએ તો, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને અન્ય નેટવર્ક જેવી કેટલીક વેબસાઇટ્સ છે. નેટવર્ક્સ વિશે આપણે પહેલેથી જ જાણીએ છીએ, જો નહીં, તો તે અન્ય વસ્તુઓ સાથે કનેક્ટ થવા સિવાય બીજું કંઈ નથી. ઉદાહરણ તરીકે, જેમ કે બ્લોગિંગનું નેટવર્ક, બિઝનેસનું નેટવર્ક.