પાટણથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના વીડિયોથી રાજકારણ ગરમાયું છે. જાહેરસભામાં ટકાવારીને લઈને વાત કરતા તર્કવિતર્ક શરૂ થયા છે. નેતાજીએ ચૂંટણી સમયે ટકાવારીની વાત કરવાની કેમ જરૂર પડી તે સૌથી મોટો સવાલ છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે. મે મારા હોદ્દાની ગરીમા જાળવી કામ કર્યા છે. ક્યારેય કોઈ સરપંચ,ડેલિગેટ કે નાગરિક પાસેથી ટકાવારી નથી માગી. ભરતસિંહ ડાભીના વીડિયોને લઈને લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે. દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે નેતાઓ તેમના નિવેદનોને લીધે ચર્ચામાં આવતા હોય છે.
પાટણના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનો વિડિયો વાયરલ થયો છે. ચાણસ્માના પિપળ ગામે યોજાયેલ જાહેર સભામાં ભરતસિંહ ડાભીએ સાંસદને મળતી ગ્રાન્ટમાંથી કોઇપણ સરપંચ, ડેલિગેટ કે નાગરિક પાસેથી મે ક્યારેય ટકાવારી નથી માગી તેવું નિવેદન કર્યુ હતું. જે ચર્ચાનો વિષય બન્યો છે. જાહેરસભામાં ટકાવારીને લઈને વાત કરતા તર્કવિતર્ક શરૂ થયા છે.તો અહી નેતાજીએ ચૂંટણી સમયે ટકાવારીની વાત કરવાની કેમ જરૂર પડી તે સૌથી મોટો સવાલ છે.
ભરતસિંહ ડાભી ૨૦૦૭ની સૌ પ્રથમ વિધાનસભાની ચુંટણી લડીને જીત મેળવી હતી. ૨૦૧૨ની વિધાનસભાની ચુંટણીમાં ચુંટાઈ આવ્યા હતા અને ૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં સતત ત્રીજી વખત ચુંટાઈ આવ્યા હતા.પાટણ લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભરતસિંહ ડાભીએ ૪.૮૬ કરોડની સંપતિ જાહેર કરેલ છે. તેઓએ બી.એ. એલ.એલ.બી ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી પર ગુનાહિત કેસ એક પણ થયેલ નથી.