હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે. તો બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં રાજ્યમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યવાસીઓએ હજુ આકરી ગરમી સહન કરવી પડશે
રાજ્યના 10 શહેરમાં 39 ડિગ્રી પારો નોંધાયો હતો. તો ભુજ. રાજકોટ અને સુરેન્દ્રનગર માં 41 ડિગ્રી ઉપર પારો પહોંચ્યો છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં સિઝનનું સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ ગરમી યથાવત રહેશે.હીટવેવને લીધે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવા સુચન કરવામાં આવ્યું છે.
હીટવેવ માં ખુબ સ્વાસ્થ્યની પણ સંભાળ કરવી ખુબ જરૂરી છે સાથે ગરમીથી બચવા પાણી, લીંબુ સરબતનું સેવન વધુ કરવા સુચન પણ કરાયું છે.તાપથી બચવા મોઢે રૂમાલ કે હેલમેટનો ઉપયોગ કરવો પણ જરૂરી છે.