યુપીની બાંદા જેલમાં કેદ ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને હાર્ટએટેક આવતાં તેનું મોત થયું હતું. ગુરુવારે મોડી રાતે તેને બાંદા જેલમાં હાર્ટએટેક આવ્યો હતો જે પછી તેને તાબડતોબ હોસ્પિટ લઈ જ વાયો હતો. જેલમાં ચેકઅપ દરમિયાન હાર્ટએટેક આવતાં તે બેહોશ થઈને ઢળી પડ્યો હતો જેને પગલે જેલમાં અફરાતફરી મચી હતી અને તેને તાબડતોબ હોસ્પિટલ ખસેડાયો હતો.
મુખ્તાર અંસારીની હજુ 2 દિવસ પહેલાં જ તબિયત બગડી હતી. મુખ્તારના સાંસદ ભાઈ અફઝલ અંસારીએ જણાવ્યું હતું કે તેના ભાઈએ દાવો કર્યો છે કે તેને જેલમાં બે વાર ઝેર આપવામાં આવ્યું હતું. યુપીમાં એક જમાનામાં જેની તૂતી બોલતી હતી તેવા ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને 2022ની સાલમાં 1996ના અનેક ગુનામાં સંડોવણી બદલ ગાઝીપુરની ગેંગસ્ટર કોર્ટે અંસારીને 10 વર્ષની સજા અને 5 પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.
મુખ્તાર અંસારી સામે 1996માં દાખલ કરવામાં આવ્યો હતો. પાંચ કેસના આધારે મુખ્તાર સામે ગેંગસ્ટરની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ નેતા અજય રાયના મોટા ભાઈ અવધેશ રાયની હત્યા, એડિશનલ એસપી પરનો જીવલેણ હુમલો, માલા ગુરુ હત્યાકાંડ, કોન્સ્ટેબલ રઘુવંશ સિંહ હત્યાકાંડ અને પોલીસકર્મીઓ પર હુમલાના કેસ સામેલ છે. આ તમામ કેસમાં અંસારીને દોષી ઠેરવાયો છે.