જો તમે પણ ભૂલથી નવી ટેક્સ સિસ્ટમ (New Tax Regime) પસંદ કરી અને હવે એ વાતનું ટેન્શન છે કે, તમે ટેક્સ કેવી રીતે બચાવશો? તો તમારે કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. આજે અમે તમને એવી પદ્ધતિઓ વિશે જણાવીશું કે જેના દ્વારા તમે નવી ટેક્સ સિસ્ટમમાં ટેક્સ કપાતનો લાભ મેળવી શકશો. પહેલા ન્યુ ટેક્સ સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ કપાતની જોગવાઈ ન હોતી. પરંતુ બજેટ 2023 પછી રૂપિયા 50,000 સુધીના ડિસ્કાઉન્ટનો લાભ મળે છે.આ કપાતની ખાસ બાબત એ છે કે ટેક્સ ભરનાર કોઈ પણ ટેક્સ સ્લેબની નીચે આવતા હોય એને પણ આ છૂટનો લાભ મળે છે.
New Tax Regimeમાં નોકરીયાત લોકોને મુસાફરી, પરિવહન, વાહનવ્યવહાર અને ઓફિસના કામ માટે જે લાભ અથવા ભથ્થું મળે છે. તેની પર ટેક્સ છૂટનો લાભ મળે છે.એ સિવાય પણ તમને 50,000 રૂપિયા કે ગિફ્ટ ઉપર ટેક્સની છૂટ મળે છે. સાથે જો તમે ભાડા પર આપવામાં આવેલા ઘર માટે હોમ લોન ભરો છો, તો તમને તેના વ્યાજ પર પણ છૂટ મળશે.
NPSમાં રોકાણ કરતા લોકો પોતાના ટેક્સ કપાત માટે ક્લેમ કરી શકે છે. વોલન્ટરી રીટાયરમેન્ટ સ્કીમ સાથે જ ગ્રેચ્યુઇટી અને રજાનાં રોકડ પર પણ છૂટ આપવામાં આવશે. નવી ટેક્સ સિસ્ટમમાં વાર્ષિક 0-3 લાખ સુધીના વાર્ષિક પગાર પર કોઈ ટેક્સ નથી. આ સિવાય 3થી 6 લાખ રૂપિયા સુધીના આવક પર 5%, 6 થી 9 લાખ સુધીની આવક પર 10% ટેક્સ, 9 થી 12 લાખની આવક પર 15%, 12 થી 15 લાખની આવક પર 20% અને 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લાગુ પડે છે. આ સિવાય 4% હેલ્થ અને એજ્યુકેશન સેસ તરીકે વસૂલવામાં આવે છે.