અમદાવાદમાં નરાધમ પિતાએ 15 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. નરાધમ પિતાની પોલીસે ધરપકડ કરી અને પૂછપરછ શરુ કરી છે. ઘટના એવી છે કે, વટવામાં મજૂરી કામ કરતા પિતા 3 સંતાન સાથે રહેતો હતો.
આઠ વર્ષથી માતા ઘર છોડીને ચાલી ગઇ હોવાથી ત્રણેય સંતાનોનો ઉછેર પિતા કરતો હતો. છેલ્લા એક વર્ષથી પિતાએ 15 વર્ષની દીકરી પર નજર બગાડી હતી. તેને મારી નાખવાની ધમકી આપીને નરાધમ પિતાએ દીકરીનું શારીરિક શોષણ કર્યું હતુ. પિતાની હરકતથી કંટાળીને દીકરીએ પોલીસને જાણ કરી હતી. દીકરીની ફરિયાદના આધારે પોલીસે પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે અને છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. આરોપી પિતા છૂટક મજૂરી કરે છે. પોતાની સગીર દીકરીને અન્ય કોઈ યુવક સાથે મિત્રતા હોવાની અને તેની સાથે મોબાઈલ પર છુપીને વાતચીત કરતી હોવાની જાણ તેના ભાઈએ પિતાને કરી હતી. જેથી પિતાએ આ તકનો લાભ ઉઠાવી દીકરીને ઠપકો આપવા કે સમજાવવાની જગ્યાએ તેના પર નજર બગાડી શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે દીકરીએ પણ તેના પિતાની હરકત પોતાના મિત્રને કહેતા આખરે પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.