22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે. આ દરમિયાન અયોધ્યામાં મસ્જિદનો શિલાન્યાસ કરવાના સમાચાર પણ સામે આવ્યા છે. રમઝાન પહેલાં મસ્જિદનો પાયો નાખવામાં આવશે. અહીં પ્રથમ નમાઝ મક્કાના ઈમામ અબ્દુલ રહેમાન અલ સુદૈસ અદા કરશે. ભાજપના નેતા હાજી અરાફત દ્વારા આ માહિતી આપવામાં આવી હતી . હાજી અરાફાત શેખને મસ્જિદ વિકાસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મસ્જિદનું નામ મોહમ્મદ બિન અબ્દુલ્લા પયગંબર મોહમ્મદના નામ પર રાખવામાં આવશે. અરાફાત શેખે કહ્યું કે અયોધ્યાથી લગભગ 25 કિલોમીટર દૂર બનાવવામાં આવનાર મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હશે. તેમાં 21 ફૂટ ઉંચી અને 36 ફૂટ પહોળી દુનિયાનું સૌથી મોટું કુરાન રાખવામાં આવશે, જે 18-18 ફૂટે ખુલશે
અમે ગરીબ નવાઝને માનનારા લોકો છીએ, અમે પયગમ્બરને માનનારા લોકો છીએ. સરકારે અમને 5 એકર જમીન આપી હતી, અમે થોડી જમીન ખરીદી છે. આ પ્રોજેક્ટ કુલ 11 એકર જમીન પર બનાવવામાં આવશે.મસ્જિદ પરિસરમાં કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવશે, જ્યાં દરેક ધર્મ અને સંપ્રદાયના લોકોને મફત સારવાર આપવામાં આવશે. જેના કારણે દેશમાં પ્રેમનો સંદેશો ફેલાશે. શાળા, સંગ્રહાલય અને પુસ્તકાલય બનાવવામાં આવશે. અહીં વેજ કિચન બનાવવામાં આવશે, જે અહીં આવનારા લોકોને ફ્રી ભોજન મળશે. અહીં એન્જિનિયરિંગ, મેડિકલ અને ડેન્ટલ જેવી પાંચ કોલેજો બનાવવામાં આવશે. દુબઈ કરતા પણ મોટું ફિશ એક્વેરિયમ બનાવવામાં આવશે.