આજકાલ હ્રદય સંબધિત બીમારીઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે ખરાબ લાઇફસ્ટાઇલ..હાલમાં જ એક સ્ટડી સામે આવી છે જેમાં એવું જાણવા મળ્યું છે કે સવારે જલ્દી નાસ્તો અને રાત્રે જલ્દી ડિનર કરવાથી હ્રદય સંબધિત બીમારીઓથી બચી શકાય છે.
એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ સ્ટડી લગભગ 1 લાખ લોકો પર કરવામાં આવી છે અને સાત વર્ષ સુધી એમના સ્વાસ્થ્ય અને ડાઈટ પર નજર રાખવામાં આવી હતી. આ સ્ટડીમાં સામે આવ્યું છે કે લગભગ બે હજાર લોકોમાં હ્રદય સંબધિત બીમારીઓ જોવા મળી હતી. સ્ટડી અનુસાર મોડો નાસ્તો કરવાથી હ્રદયરોગનોઓ ખતરો વધે છે. આ સાથે જ દરેક કલાકના વિલંબ સાથે મગજ સંબંધિત સ્ટ્રોકનું જોખમ 6% વધે છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે વ્યક્તિ દિવસમાં કેટલી વખત ખાય છે તેની હૃદય રોગ પર ખાસ અસર થતી નથી.
રાત્રિભોજનનો સમય પણ હૃદયના સ્વાસ્થ્યને અસર કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે રાત્રે 9 વાગ્યા પછી ખોરાક ખાવાથી સ્ટ્રોકનું જોખમ 28% વધી જાય છે. આનું કારણ એ માનવામાં આવે છે કે આપણી કુદરતી આહાર પદ્ધતિ ઝડપથી ખાવા માટે અનુકૂળ છે. પ્રાણીઓ પર કરવામાં આવેલા સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે ખોરાકના પાચનમાં વિલંબથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશરને અસર થઈ શકે છે.
સ્ટડીમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે સાંજે વધેલા બ્લડ પ્રેશર રક્ત વાહિનીઓને લાંબા ગાળાના નુકસાનનું કારણ બની શકે છે, જે સંભવિત રીતે લોહીના ગંઠાવાનું, હાર્ટ એટેક અને સ્ટ્રોક તરફ દોરી જાય છે. જો કે, અભ્યાસ એ વાત પર પણ ભાર મૂકે છે કે આ વિષય પર વધુ સંશોધનની જરૂર છે.
સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે રાત્રે 9 વાગ્યા પછી ખોરાક ખાવાથી ગંભીર હૃદય રોગનું જોખમ નથી વધતું. જો કે, રાત્રિભોજનમાં વિલંબના દરેક કલાક સાથે સ્ટ્રોક અથવા TIA નું જોખમ 8% વધે છે. પુરૂષોમાં ઓછા નોંધપાત્ર પરિણામો જોવા મળ્યા, પરંતુ નાસ્તામાં વિલંબ કરવાથી ગંભીર હૃદય રોગનું જોખમ 11% વધી ગયું.