અમદાવાદ શહેરમાં રહેતા મહારાષ્ટ્ર સમાજના લોકો દ્વારા મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમનું આયોજન અમદાવાદ ટાગોર હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્ અમિતશાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની એવી કલ્પના આપણા સૌની સમક્ષ રાખી છે કે વિવિધ રાજ્યોના લોકો, વિવિધ સંસ્કૃતિ, વિવિધ પહેરવેશ અને વિવિધ ખાનપાનને સાથે રાખીને ભારતની એકતા માટે પ્રયાસ કરે
તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો વિચાર દેશની સમક્ષ વર્ષ 2014માં મૂક્યો હતો, પરંતુ ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રના મૂળ નિવાસીઓ 100 વર્ષથી આ કલ્પનાને સાબિત કરવાનું અદભુત કાર્ય કર્યું છે, જેનો આનંદ અનુભવાય છે. મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે ભારતના વિવિધ પ્રદેશોને ઐતિહાસિક મહાપુરુષો આપવાનું કાર્ય કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતુંતેમણે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્ર સમાજ અમદાવાદની સ્થાપના મહર્ષિ કર્વે જેવા મહાપુરુષના હસ્તે થઈ હતી અને 1924થી લઈને અત્યાર સુધી અમદાવાદ મહારાષ્ટ્ર સમાજના લોકો ગુજરાતના બનીને મહારાષ્ટ્રના ગૌરવને સાચવ્યું છે. અને મહારાષ્ટ્ર સમાજના લોકોએ મરાઠી સ્કૂલ, ભગિની સમાજ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી જેવા અનેક પ્રકારના નવા નવા ઉપક્રમ 100 વર્ષ દરમિયાન જોડ્યા છે
02 કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે આપણે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યા છીએ, અને આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ શિવાજી મહારાજને યાદ કર્યા વગર આઝાદીની કલ્પના પણ ન કરી શકીએ, શિવાજી મહારાજે માત્ર 15 કે 16 વર્ષની ઉંમરમાં સ્વતંત્રતાની અને સ્વરાજની કલ્પના કરી હતી. જેના પરિણામ સ્વરૂપે તેમના દ્વારા પ્રચલિત કરેલી મશાલ 150 વર્ષ થતા થતા અટકથી કટક અને તામિલનાડુથી ગુજરાત સુધી સર્વત્ર સ્વરાજની સ્થાપના શિવાજી મહારાજની પ્રેરણા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.ગૃહ મંત્રીએ લોકમાન્ય તિલકની વાત કરતા જણાવ્યું હતું કે ‘સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને એ હું લઈને જ જંપીશ’ આ નારાએ સમગ્ર દેશમાં આઝાદીની જ્વાળા જીવંત કરવાનું કાર્ય કર્યું હતું. આ સાથેજ અનેક સમાજ સુધારકો જેવા કે જોતિબા અને સાવિત્રીબાઈ ફૂલે, ડૉ. બાબાસાહેબ આંબેડકર, સયાજીરાવ ગાયકવાડ જેવા અનેક સમાજસુધારકોએ સામાજિક સમરસતા માટે પોતાનું યોગદાન આપ્યું છે,