રાજકોટ લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર સામે વિવાદ શાંત થઈ રહ્યો નથી. ભાજપ દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે છે અડીખમ સૂત્ર સાથેનાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. શહેરનાં બહુમાળી ચોક નજીક પણ પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ વિસ્તારમાંથી ક્ષત્રિય સમાજની રેલી યોજાય તે પહેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ત્યારે હવે પોસ્ટરને લઈ ફરી એક વખત ચર્ચાનો દોર શરૂ થયો છે.રાજકોટમાં રૂપાલાનાં સમર્થનમાં તો સુરેન્દ્રનગરમાં વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. લીંબડીનાં અનેક વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા હતા. જેમાં બોયકોટ રૂપાલાનાં લખાણ સાથે પણ બેનરો લગાવી ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો.
છેલ્લા દસ દિવસથી રાજ્યમાં પરષોત્તમ રૂપાલાને લઈ રાજપૂત સમાજમાં ભારે વિરોધના સૂર ઉઠ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ આવેદનપત્ર સહિતના કાર્યક્રમમાં યોજવામાં આવી રહ્યાં છે. રાજપૂત સમાજના અગ્રણી રાજકોટ બેઠક ઉપર રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવાની માંગ સાથે અડગ છે. ત્યારે શુક્રવારે સુરતના બારડોલી ખાતે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.