રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે, દેશની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સરકાર બક્ષશે નહીં અને જો તેઓ પાકિસ્તાનમાં છુપાયેલા હોય તો પણ તેમને જવાબદાર ઠેરવશે. રક્ષા મંત્રીએ એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘શું તમે 20 આતંકવાદીઓને માર્યા છે? જો આપણા પાડોશી દેશનો કોઈપણ આતંકવાદી ભારતને હેરાન કરે છે અથવા હેરાન કરવાનો પ્રયાસ કરે છે અથવા અહીં આતંકવાદી કૃત્યો કરે છે, તો અમે તેને યોગ્ય જવાબ આપીશું. જો તે પાકિસ્તાન ભાગી જશે તો અમે પાકિસ્તાનમાં ઘૂસીને તેને મારી નાખીશું.
રાજનાથ સિંહ બ્રિટિશ અખબારના અહેવાલ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. જેમાં ભારતે પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગ કરવાનો દાવો કર્યો છે. રિપોર્ટમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે ભારતે ‘જેને તે તેના માટે દુશ્મન માને છે તેને નિશાન બનાવવાની નીતિ અમલમાં મૂકી છે અને 2019ના પુલવામા હુમલા બાદ ભારતીય ગુપ્તચર એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)એ આવા ઓછામાં ઓછા 20 લોકોની ધરપકડ કરી છે.
રાજનાથ સિંહની ટિપ્પણી એવા સમયે આવી છે. જ્યારે ભારતે ન્યુજ એજન્સીનાં અહેવાલને નકારી કાઢ્યો છે. વિદેશ મંત્રાલયે ન્યુઝ એજન્સીનાં ના અહેવાલમાં લગાવવામાં આવેલા આરોપોને ‘ખોટા, અને ભારત વિરોધી પ્રચાર’ ગણાવ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અનેક પ્રસંગો પર એમ પણ કહ્યું છે કે અન્ય દેશોમાં ટાર્ગેટ કિલિંગ એ ‘ભારત સરકારની નીતિ’નો ભાગ નથી. સંરક્ષણ પ્રધાને એમ પણ કહ્યું કે નવી દિલ્હી તેના તમામ પડોશીઓ સાથે સારા સંબંધો જાળવવા માંગે છે અને ઉમેર્યું કે ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી.
તેમણે કહ્યું, ‘ભારતે ક્યારેય કોઈ દેશના પ્રદેશ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો નથી. આ ભારતનું ચરિત્ર છે. પરંતુ જો કોઈ ભારતને વારંવાર ખરાબ નજર બતાવે છે અને અહીં આવીને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે, તો તે તેના માટે સારું નથી. જો કોઈ ભારત અથવા તેની શાંતિ માટે ધમકી આપશે તો તેને બક્ષવામાં આવશે નહીં. વડાપ્રધાન મોદીએ જે પણ કહ્યું છે તે બિલકુલ સાચું છે. ભારત એક શક્તિશાળી દેશ છે અને પાકિસ્તાને પણ આ વાત સમજવાનું શરૂ કરી દીધું છે.