અમદાવાદના ધોળકા નજીક આવેલું સુપ્રસિદ્ધ સુરાપુરાધામ ભોળાદ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. સુરાપુરાધામમાં શ્રદ્ધા રાખનારા લાખો ભક્તો ભોળાદ દર્શને આવે છે. તેમાં પણ ખાસ કરીને સોમવારે અને મંગળવારે તો ભક્તોની મેદની ઉમટી પડે છે. અહીં આવતા ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. જેના માટે હજારો સ્વયંસેવકો દિવસ-રાત જોયા વિના ખડે પગે સેવા કરે છે. દાદા તરીકે ખ્યાતિ પામેલા દાનભા પોતે પણ સ્વયંસેવકો સાથે લોકોની સેવામાં જોડાઈ જાય છે. હાલ ભોળાદમાં વાર્ષિક પાટોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવને ભવ્ય બનાવવા સ્વયંસેવકો જોતરાઈ ગયા છે. આગામી પાટોત્સવમાં 5 લાખથી વધુ લોકો આવવાનો ટારગેટ છે. જેને લઈને તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવશે. 23 એપ્રિલે થનારા પાટોત્સવને લઈને મંડપ અને પ્રસાદીઘરમાં ધમધમાટ શરૂ થયો છે.
આ બાબતે સ્વયંસેવક ધ્રુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આપણે આ ત્રણ દિવસ તો રસોડું ચાલુ જ રહેતું હોય છે. પણ આ પાટોત્સવમાં આપણે કોઈ ટાર્ગેટ લઈને નથી ચાલતા. ત્યારે 24 કલાક રસોડું ચાલું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આપણું આયોજન પાંચ થી સાત લાખનું છે. તેમજ 24 કલાક રસોડું ચાલુ રહેશે. પાટોત્સવ સાંજે ચાલુ થશે. બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધી આપણું રસોડું ચાલુ રહેશે. સ્વયંવેસકે જણાવ્યું હતું કે, આ વખતે પાટોત્સવનું જે આયોજન થયું છે. તો જોરદાર રીતે કામ થઈ રહ્યું છે. તે સાત વર્ષથી જે પાટોત્સવ થાય છે. તેનાથી અલગ પાટોત્સવ થશે. જે લોકો અહીંયા આવશે જોવા માટે આ વખતે પાટોત્સવમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.