ભારતમાં આઈપીએલ 2024 નું આયોજન કરવામાં આવ્યુ છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કુલ 23 મેચ રમાઇ ચુકી છે. ત્યારે આ ફ્રેન્ચાઇઝ માલિકોની એક બેઠક મળવાની હતી. આ બેઠક 16 એપ્રિલના રોજ મળવાની હતી. પરંતુ હવે તે રદ કરવામાં આવી છે. આ નિર્ણય આઈપીએલના શેડ્યૂલમાં ફેરફારને કારણે લેવામાં આવ્યો હોવાનુ મનાય છે. બીસીસીઆઈએ આ વિશે ફ્રેન્ચાઇઝ માલિકોને જાણ કરી છે. જો કે કોઈપણ નવી તારીખની જાહેરાત કરવામાં આવી નથી. આ મીટિંગ મળી હોત તો તેમાં આગામી સીઝન માટે ઓક્સનને લઇ ઘણા મોટા નિર્ણયો લેવાના હતા.
બીસીસીઆઇ- આઇપીએલ અધિકારીઓ અને ફ્રેચાઇઝ પ્રમોટરો વચ્ચેની આ બેઠક અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના આઇપીએલ મુકાબલા દરમિયાન મળવાની હતી. પરંતુ આ મેચને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. જ્યારે બીસીસીઆઈએ ઇડનમાં કલકતા નાઇટ રાઇડર્સ- રાજસ્થાન રોયલ્સની મેચને 16 એપ્રિલે રમાડવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે કલકતામાં રામ નવમી તહેવાર અને શહેરમાં સુરક્ષાને લઇ બોર્ડ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.