કચ્છમાં ભુજ-ભચાઈ હાઈવે પર અકસ્માતમાં 3 ના મોત નિપજ્યા છે. પધ્ધર પાસે ગાડી પુલનાં ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે 5 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ ગોલ્ડન ચોકપી પાસે બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુર ઝડપે આવતા બાઈક ચાલકે એક્ટિવા સવારને ટક્કર મારી હતી.
બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં અન્ય વાહન ચાલકો પણ ભોગ બન્યા હતા. રસ્તો સાંકડો હોવાથી વારંવાર અકસ્માત થતા હોવાનો સ્થાનિકોનો દાવો છે. બાઈક-એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતનાં સીસીટીવી પણ સામે આવ્યા છે.ગત રોજ પાનમ ડેમની મુખ્ય ત્રણ કેનાલમાં 3 યુવાનો ડૂબ્યા છે. ઈદની મજા માણવા પાનમ ડેમ ફરવા ગયેલા 3 યુવકોના મોત નિપજ્યા હતા. બે સગાભાઈ અનેક એક અન્ય યુવકનું મોત નિપજ્યું હતું. પાનમ ડેમ પાસેના ડેજર મહાદેવ મંદિર પાસે કેનાલમાં 3 લોકો ડૂબ્યા હતા. મૃતકોની ઓળખ બુરહાન હાઝી, નિહલ પટેલ, ફરહાદ પટેલ તરીકે થઈ હતી. મૃતકો મહીસાગરનાં કોથંભાનાં રહેવાસી હતા. ત્રણેય યુવકોના મૃતદેહોને પીએમ અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ લવાયા હતા.