લોકસભા ચૂંટણીની જાહેર થતાની સાથે જ વહીવટી તંત્ર કામગીરીમાં જોતરાઈ જવા પામ્યું હતું. આજે લોકસભાની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠકની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ થશે.
રાજકીય પક્ષોનાં ઉમેદવારો આજથી એટલે કે 12 થી 19 એપ્રિલ દરમ્યાન ઉમેદવારી ફોર્મ ભરી શકશે. તેમજ 20 એપ્રિલે ઉમેદવાર પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે. 22 એપ્રિલ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે. ગુજરાત લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનું 7 મે ના રોજ મતદાન યોજાશે. તેમજ 4 જૂનનાં રોજ દેશભરમાં મતગણતરી થશે. જ્યારે ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન યોજાશે.
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ઉપલબ્ધિ, ચકાસણી અને જમા કરાવવા બાબતે નોટિસ જાહેર કરાઈ છે. ૧૨/૦૪/૨૦૨૪થી ૧૯/૦૪/૨૦૨૪ દરમિયાન રજાના દિવસ સિવાય સવારે ૧૧.૦૦થી બપોરે ૩.૦૦ વાગ્યા દરમિયાન કોરા ઉમેદવારી પત્ર મળશે ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમદાવાદ પોતાની અખબારી યાદીમાં જણાવે છે કે, ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતવિભાગ માટેની ચૂંટણી નોટિસ તા.૧૨/૦૪/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જે મુજબ,