શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન તેના ડેબ્યૂ પહેલાથી જ ખૂબ ચર્ચામાં રહે છે, ત્યારે હવે તે તેના OTT ડેબ્યૂ બાદ વધારે જ ચર્ચામાં આવી ગઈ છે. હવે સોશિયલ મીડિયા પર સુહાના ખાનના નવા પ્રોજેક્ટને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે બીજી તરફ શાહરૂખ ખાનની લાડકી ઇટલીમાં વેકેશન મનાવી રહી છે. સુહાના ખાને હાલમાં જ તેના ઇટલી વેકેશનની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
સુહાના ખાને તેના ઇટલી વેકેશનની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને હલચલ મચાવી દીધી છે. એક ફોટોમાં સુહાના ખાન બ્લેક કલરના હાઈ નેક ટોપ સાથે ક્રોપ જેકેટ પહેરીને શાનદાર સ્ટાઈલ સાથે મિરર સેલ્ફી લેતી જોવા મળે છે. તો બીજા ફોટોમાં સુહાના ખાન સફેદ પોલ્કા ડોટ્સવાળો કાળા રંગનો સ્ટ્રેપી ડ્રેસ પહેરેલી જોવા મળે છે. સુહાના ખાન અહીં પણ સ્ટાઈલ સાથે મિરર સેલ્ફી લઈ રહી છે. જો કે, આ ફોટોમાં શાહરૂખ ખાનની લાડકીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. પરંતુ સુહાનાએ જે રીતે પોતાની સ્ટાઈલને ફ્લોન્ટ કરી છે તે જોવા લાયક છે.
એક ફોટોમાં સુહાના ખાન ગ્રે કલરના ટોપ સાથે બ્લેક કલરનો કોટ પહેરેલી જોવા મળી રહી છે. સુહાના ખાને તેના સ્ટાઇલિશ કેઝ્યુઅલ લુક માટે સટલ બ્રાઉન શેડનો મેકઅપ કર્યો છે. સુહાનાએ ખુલ્લા વાળ સાથે બ્લેક ગોગલ્સ પહેરીને પોતાનો લુક પૂરો કર્યો છે. અન્ય એક ફોટોમાં સુહાના ખાન લાઈટ કલરના સ્વેટશર્ટ અને માથા પર કેપ પહેરીને તેના ફોન પર કંઈક જોઈ રહી છે. સુહાના ખાનની ઇટલી વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. માત્ર ચાહકો જ નહીં, આર્યન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ લારિસા બોનેસી અને અનન્યા પાંડેએ પણ સુહાનાના લેટેસ્ટ ફોટોસ પર કોમેન્ટ કરી છે. સુહાનાના ફોટો પર ફની કોમેન્ટ કરતા અનન્યા પાંડેએ લખ્યું – ‘બધી નવી શોપિંગ અત્યારે જોઈ શકું છું’. આર્યન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ લારિસા બોનેસી સાથે મહિપ કપૂર અને અમૃતા અરોરાએ પણ સુહાના ખાનના લેટેસ્ટ ફોટો પર પ્રતિક્રિયા આપી છે.