વનકર્મીઓને ધમકી, હવામાં ફાયરિંગ અને બળજબરીથી રૂપિયા પડાવી લેવાના કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય પર કેસ ચાલી રહ્યો છે. ત્યારે આ કેસમાં ચૈતર વસાવાની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી . જાણવા મળી રહ્યું છે કે, ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરવામા આવી છે.
દેડિયાપાડા મેજિસ્ટ્રેટ સમક્ષ ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયા દ્વારા તેઓના નિયમિત જામીન માટે અરજી મુકાઈ હતી. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ધારાસભ્યના જામીન અંગેનો નિર્ણય મંગળવારે સવાર સુધી જાહેર કરવા અનામત રાખ્યો છે. આજે કોર્ટે ચૈતર વસાવાના જામીન અંગે ચુકાદો આપી દીધો છે.
ચૈતર વસાવા પર આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ એક ગંભીર પ્રકારનો ગુનો છે. ચૈતર વસાવા પર બંદુકથી વન કર્મચારીઓ પર ફાયરિંગ કર્યાનો આક્ષેપ છે પોલીસ પણ હજુ સુધી આ બંદુકને શોધી નથી શકી. પોલીસ દ્વારા ચૈતર વસાવા પાસેથી રિવોલ્વર કબ્જે કરવાની બાકી છે. પોલીસને 90 દિવસની અંદર ચાર્જશીટ ફાઈલ કરવાની હોય છે. આ કેસમાં હજુ ચાર્જશીટ ફાઈલ નથી કરી. જેથી કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરી છે. તાલુકા કોર્ટમાંથી રાહત ન મળતા ચૈતર વસાવા જામીન માટે જિલ્લા કોર્ટેમાં જઈ શકે છે.