ભારતનો ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા હમણાથી ખૂબ ટ્રોલ થઈ રહ્યો છે. મહિના પહેલા તેને લોકોએ છપરી-છપરી કહીને ટ્રોલ કરવાનું શરુ કર્યુ હતુ. જેમાં હાર્દિકના રોહિત અને મલિંગા જેવા સિનિયર પ્લેયર સાથેના ગેરવર્તણૂકના કારણે તેને છપરી કહી ટ્રોલ કરવાનું શરુ કર્યુ હતુ. હવે ફરી હાર્દિકના બીહેવને કારણે આફ્રિકાના સ્ટાર બોલરે ટ્વીટ કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલની મેચ બાદ ડેલ સ્ટેઈનનું ટ્વીટ વાયરલ થયુ છે. મુંબઈ ઈન્ડિયન્સે કાલની મેચમાં રાજસ્થાન રોયલને 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને રાજસ્થાનની ટીમે આસાનીથી 9 વિકેટથી ચેઝ કરી દીધો હતો.
આ હારના કારણે મુંબઈની ટીમ 6 પોઈન્ટ સાથે 7માં નંબરે પહોંચી ગઈ હતી. ટીમ આટલી ખરાબ સ્થિતિ પર પહોંચી જતા ટીમના ફેન્સ હાર્દિક પંડ્યાની આલોચના કરી રહ્યા છે. ડેલ સ્ટેઈને પણ ટ્વીટ કરીને હાર્દિકની આલોચના કરી છે.હાર બાદ પણ હાર્દિકના જવાબ સંતોષકારક ન હોવાથી ડેલ સ્ટેઈને આકરી પ્રતિક્રિયા આપી હતી. સ્ટેઈને ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, “હુ તે દિવસોની રાહ જોઉ છુ કે, ખિલાડીઓ તે કહે જે તેમના દિમાગમાં ચાલતુ હોય. નહીં કે ખૂદને અજીબ સાબીત કરીને એવુ કરે કે જેનાથી તેમને રક્ષણ મળતુ હોય. મેચ હારો, હસો અને ફરી પાછી આ બકવાસને રીપીટ કરો.”ઉલ્લેખનીય છે કે, ડેલ સ્ટેઈન એટલે ગુસ્સે થયો હતો કારણ કે મેચ બાદ હાર્દિકને પુછવામાં આવ્યુ કે ખિલાડીઓ વિશે શું કહેશો? પ્રતિક્રિયામાં હાર્દિકે હસીને કહ્યુ કે “આ સમય ખિલાડીઓની આલોચનાનો નથી. દરેક પ્રોફેશનલ પ્લેયર છે” એટલે સ્ટેઈન ગુસ્સે થયો હતો.