આજના આધુનિક સમયમાં અને દેખાદેખીમાં દીકરા અને દીકરીના લગ્નમાં પરિવાર લાખો અને કરોડોનો ખર્ચ કરે છે. ત્યારે સમાજમાં અનેક સામાજિક સંગઠનો અને એનજીઓ સમૂહ લગ્નોત્સવ કરી એક નવું ઉદાહરણ પૂરું પાડે છે. અમદાવાદના સિયારામ ફાઉન્ડેશન દ્વારા આનંદના વલાસણ ગામે 51 દીકરીઓના વિનામૂલ્યે સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુમહ લગનમાં 51 દીકરીઓને ઘરવખરી અને ઘરમાં જરૂર પડતી તમામ ચીજવસ્તુઓનો કરિયાવર પણ આપવામાં આવશે. આ સમૂહ લગ્નને લઈને સિયારામ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી તડામાર તૈયારીઓ આપવામાં આવી છે. આ સમૂહ લગ્નોમાં તમામ સમાજની દીકરીઓ ભાગ લઇ રહી છે.
આ સમૂહ લગ્નોમાં હિન્દૂવિધિવિધાન સાથે મંડપમૂહર્ત, ગ્રહશાંતિ, હસ્તમેળાપ, સત્કાર સંભારંભ અને હજારો માણસોનો ભોજન સમભારંભની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમૂહ લગ્નમાં રાજ્યભરમાંથી સંતો મહંતો આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે. તો સાથે રાજ્યના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ હાજરી આપશે. આ સમૂહ લગનમાં ઝિયારમાં ફાઉન્ડેશનના ફાઉન્ડર વિશાલ ઇનામદાર અને તેના ધર્મ પત્ની દિપાલી ઇનામદાર સહીત સ્વયંસેવકો સતત કાર્યરત છે. આમ સર્વ સમાજ સમૂહ લગાનનું આયોજન કરી સમાજને એક નવી પ્રેરણા પુરી પાડી છે.