ગુજરાત સુપર લીગ (GSL)એ ગુજરાત રાજ્યમાં ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ (Football) ની એક મોટી પહેલ છે. GSLમાટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું આજે રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) ના પ્રમુખ પરિમલ નથવાણી (ParimalNathwani) દ્વારા ભારે ધામધૂમથી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો,પ્રાયોજકો અને સમર્થકો હાજર રહ્યા હતા. નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે GSFAની આ એક મોટી પહેલ છે.
GSFAને ગર્વ છે કે ગુજરાતના ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગપતિઓએ GSLના વિચારને હૃદયપૂર્વક આવકાર્યો અને ટીમની માલિકી માટે સહેલાઈથી સંમત થયા. દરેક ટીમના માલિકે તેમની ટીમનું નામ પ્રેમપૂર્વક રાખ્યું છે. આમ, GSLટુર્નામેન્ટમાં જે છ ટીમ ભાગ લેશે તે છે અમદાવાદ એવેન્જર્સ (ગોડ TMT અને વિવાન ધ રાઈટ સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ), ગાંધીનગર જાયન્ટ્સ (ANVI સ્પોર્ટ્સ), કર્ણાવતી નાઈટ્સ (The address), સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (Akshita CottonLimited andBeeline),સુરત સ્ટ્રાઇકર્સ (LOYAL EQUIPMENTS LIMITED),વડોદરા વોરિયર્સ (K&D COMMUNICATION LIMITED).
પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે,અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ફૂટબોલમાં હજુ ઘણું પાછળ છે. ગુજરાત સુપર લીગ રાજ્યમાં ફૂટબોલની લોકપ્રિયતા વધારવા માટેની નાનકડી પહેલ છે. GSLમાં હાલ છ ટીમ છે પરંતુ આગામી ત્રણ-ચાર વર્ષમાં અમે ટીમની સંખ્યા વધારીને 12 સુધી લઇ જવાનું આયોજન ધરાવીએ છીએ.GSLના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર તરીકે અનુક્રમે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે. ટ્રોફી અનાવરણ પ્રસંગ રાજ્યમાં ફૂટબોલને આગળ વધારવાની સામૂહિક પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ લીગમાં ભારતના 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. GSLથી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ તેમજ એક્સપોઝરનો લાભ મળશે.