રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે વહીવટી તંત્ર અનેક જાગૃતિ કાર્યક્રમો ચલાવી રહ્યું છે અમદાવાદમાં પણ અનેક મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહયા છે ખાસ કરીને શહેરની સરકારી સ્કૂલો દ્વારા સિગ્નેચર કેમપેઇન ચલાવવામાં આવી રહયું છે ત્યારે તેના ભાગરૂપે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મણિનગર શાળા નંબર 1 દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સિગ્નેચર કેમપેઇન કરવામાં આવ્યું હતું
શાળાના આચાર્ય ફાલ્ગુની પટેલ અને તમામ સ્ટાફ દ્વારા આ સિગ્નેચર કેમપેઇન ને સફળ બનાવવા મેહનત કરી હતી ભારતના ચૂંટણી પાંચ દ્વારા લોકસભામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અલગ અલગ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે સિગ્નેચર કેમપેઇન જાગૃતિ રેલી લોકોને પોતાના મત અધિકાર માટે જાગૃત કરવા જેવા કાર્યક્રમો પર ભાર આપવામાં આવી રહ્યો છે મણિનગર શાળા 1 માં અનેક લોકોએ સિગ્નેચ કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા હામી ભરી હતી