ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પીએસઆઈની ભરતી મામલે અત્યાર સુધી 8.63 લાખ અરજી થઇ છે.. જેમાંથી 7.11 લાખ અરજી કન્ફર્મ થઇ છે. હજુ દોઢ લાખ અરજી કન્ફર્મ કરવાની બાકી છે. જેથી ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલદી પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરે.
ઉમેદવારોને ફોટા, સહી તથા ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ધોરણ 12 પાસ અને કોલેજનું ત્રીજુ વર્ષ પાસ કરનાર ઉમેદવારો આ અરજી કરી શકશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે હાલ દરરોજ 25 હજાર જેટલી અરજી થઇ રહી છે.. અને હજુ પણ દોઢ લાખ જેટલી અરજી થવાની સંભાવના છે.
તેમણે કહ્યું કે ઉમેદવારો અરજી કરતા પહેલા એકવાર વેબસાઇટ પર મુકવામાં આવેલી પ્રશ્નોત્તરી વાંચી લે અને વેબસાઇટ પરનો યૂ-ટયૂબનો વીડિયો જોઇ લે જેથી તેઓ ચોકસાઇ પૂર્વક અરજી કરી શકે અને કોઇ ભૂલ થવાને લઇને અરજીનું કન્ફર્મેશન અટકી ન જાય