ગુજરાતમાં સુરત (Surat) બેઠક હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સુરતના કોંગ્રેસના (Congress) ઉમેદવાર નિલેશ કુંભાણાનું (Nilesh Kumbhani) ફોર્મ રદ થતા આ સીટ પર ભાજપ (BJP) ચૂંટણી લડ્યા વગર જ જીતી ગયું છે. ત્યારે આ મામલે નિલેશ કુંભાણી જ શંકાના ઘેરમાં આવ્યા છે કેમ કે જે ટેકેદારોએ પોતે સહીં નહીં હોવાનો ખુલાસો કર્યો હતો તેઓ નિલેશ કુંભાણીના સગા જ હતા. બીજી તરફ ફોર્મ રદ થયુ ત્યારથી નિલેશ કુંભાણી પર ગાયબ છે તેમજ તેઓ ભાજપમાં જોડાય તેવી પણ ચર્ચાઓ પણ ચાલી રહી છે ત્યારે આ બધાની વચ્ચે સુરતમાં ‘નિલેશ કુંભાણી વોન્ટેડ’નાં પોસ્ટર લાગ્યા છે. કોંગ્રસે નેતા નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને સુરત સીટનો સોદો કરયો તેવી ચર્ચાઓ ઉઠતા કોંગ્રેસમાં નિલેશ કુંભાણી સામે રોષ ફેલાયો છે. નિલેશ કુભાણીનો માત્ર કોંગ્રેસ દ્વારા જ નહીં પરંતુ આપ દ્વારા પણ વિરોધ કરવામા આવી રહ્યો છે.
નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાને આજે ચોથો દિવસ છે જો કે હજુ સુધી નિલેશ કુંભાણી સામે આવ્યા નથી કે તેમને આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. ત્યારે આ બધાની સુરતમાં ‘નિલેશ કુંભાણી વોન્ટેડ’નાં પોસ્ટર લાગાવવામા આવ્યા છે. કોંગ્રેસ-AAPના કાર્યકરોએ મળીને આ પોસ્ટરો લગાવ્યા હોવાનું કહેવમા આવી રહ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા હીરાબાગ સર્કલ પાસે બ્રિજ ઉપર જઈને પોસ્ટર લગાવવામા આવ્યા છે. આ પોસ્ટરમાં ‘આને ઓળખો આ છે ; લોકતંત્રનો હત્યારો- ગદ્દાર, વોન્ટેડ ના લખાણ જોવા મળે છે. આ સાથે સુરત લોકસભા મતવિસ્તારના 19 લાખ મતદારોનો હક્કનો સોદો કરનારને ઓળખી જ્યાં પણ દેખાય ત્યાં તેને સવાલ કરીને સબક શિખવાડવા માટે કહેવામાં આવ્યું છે.