EVMની સાથે VVPAT નો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ-વેરિફિકેશનની માંગ કરતી અરજીઓને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) સંગઠન અને કેટલાક અન્ય લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં EVM સાથે VVPAT સ્લિપનું 100 ટકા મેચિંગ કરવાની માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે VVPATને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આજે EVM ની સાથે VVPAT નો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ-વેરિફિકેશનની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) સંગઠન અને અન્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં EVM સાથે EVM સ્લિપનું 100 ટકા મેચિંગ કરવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી અનેક પીઆઇએલ પર પોતાનો ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે VVPAT સંબંધિત તમામ અરજીઓ ફગાવી દીધી છે, જેમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગણી કરતી અરજીઓ પણ સામેલ છે. ચૂંટણી પંચે કોર્ટેને કહ્યું હતું કે EVM અને VVPATમાં કોઈ ચેડાં શક્ય નથી. કમિશને મશીનોની સુરક્ષા, તેમની સીલિંગ અને તેમના પ્રોગ્રામિંગ વિશે પણ સર્વોચ્ચ અદાલતને જાણ કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે આ કેસમાં બે ચુકાદા આપ્યા. સુપ્રીમ કોર્ટે બે નિર્દેશો આપ્યા છે – પહેલો એ છે કે સિમ્બોલ લોડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, સિમ્બોલ લોડિંગ યુનિટ્સ સીલ કરવામાં આવે અને તેને ઓછામાં ઓછા 45 દિવસ સુધી સંગ્રહિત કરવામાં આવે.
આ ઉપરાંત, બીજી સૂચના એ છે કે ઉમેદવારો પાસે પરિણામ જાહેર થયા પછી એન્જિનિયરોની ટીમ દ્વારા ઇવીએમના માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામની ચકાસણી કરવાનો વિકલ્પ હશે. આ માટે ઉમેદવારે પરિણામ જાહેર થયાના સાત દિવસમાં અરજી કરવાની રહેશે. તેનો ખર્ચ ઉમેદવારે પોતે ઉઠાવવાનો રહેશે.