સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ અન્ય કોઈ નહિ પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના નામે પૈસાની મદદને લઈ વાયરલ થઈ રહી છે. ઓનલાઈન સ્કેમ એટલો વધી ગયો છે કે, હવે ક્રિકેટરને પણ નિશાને બનાવ્યો છે.
આઈપીએલ 2024ની સીઝન ચાલી રહી છે અને આ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નકલી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં લોકો પાસે 600 રુપિયા ઉધાર માંગી રહ્યા છે.
એક પોસ્ટ વાયરલ થઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે, હુ મહેન્દ્ર સિંહ ધોની છું અને આ મારું પ્રાઈવેટ અકાઉન્ટ છે, જેમાથી તમને મેસેજ કર્યો છે. હું રાંચીની બહારના વિસ્તારમાં ફસાયો છું અને હું મારું વોલેટ ભૂલી ગયો છું. મારે ઘરે પરત જવું છે, શું તમે લોકો મને ફોન પે પર 600 રુપિયા ટ્રાન્સફર કરી આપશો. હું ઘરે પરત ફરી તમને પૈસા પરત આપી દઇશ.
આ પોસ્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધોનીના નામે નકલી અકાઉન્ટ બનાવી શેર કર્યું છે. અન્ય કેટલાક યુઝરે પણ આ પોસ્ટને શેર કરી છે. ધોનીના ચાહકોને આવા લોકોથી સાવધાન અને સતર્ક રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. આ ફોટો પર લાખો લોકોએ કોમેન્ટ પણ કરી છે. લોકો કહી રહ્યા છે ભાઈ QR કોર્ડ પણ મોકલી આપ પૈસા હું મોકલી આપીશ. તો કોઈ કહી રહ્યા છે આવા લોકોથી સાવધાન રહો.