કુખ્યાત દાઉદ ઈબ્રાહિમ 1993 નાં કેસમાં નિર્દોષ જાહેર થયો છે. 1983 માં દાઉદ અને તેનો સાગરીત ઘાયલ થયા હતા. દાઉદ ઈબ્રાહિમનાં સાગરીતની પિસ્તોલમાંથી ગોળી છૂટતા ઘાયલ થયા હતા. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને પાંચ રિવોલ્વરની મંજૂરીનો નિયમ હતો. આ કેસમાં તપાસ અધિકારીએ કલેક્ટરની મંજૂરી લીધી ન હતી. તપાસ અધિકારીએ ફરજમાં બેદરકારી દાખવી હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું. આ સમગ્ર મામલે એડિશનલ સિવિલ જજ એસ.ડી.કાપડિયાએ હુકમ કર્યો હતો.
વિગતે વાત કરી એ તો દેશના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે સંકળાયેલા આ હાઇપ્રોફાઇલ કેસ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, 11 જૂન, 1983 ના રોજ મકરપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં જાબુઆ વિજ સબસ્ટેશન પાસેથી પસાર થતી કારમાં પરવાના વગરની રિવોલ્વરમાંથી અકસ્માતે ગોળી છુટી હતી. જેમાં હાજી ઇસ્માઇલને હાથ પર અને દાઉદને ગળાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટના અંગે જાણ થતા મકરપુરા પોલીસ મથક માં કારમાં સવાર દાઉદ હસન શેખ ઇબ્રાહિમ, હાજી હાજી ઇસ્માઇલ સુબણિયા, અલી અબ્દુલ્લા અંતુલે, ઇબ્રાહિમ મહંમદભાઇ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ (ARMS ACT) અને બીપી એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. તે સમયે ફરિયાદી મકરપુરા પોલીસ મથકના પીઆઇ જી. સી. ઝાલા હતા. ગુનો નોંધાયા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
જે તે સમયે સારવાર હેઠળના આરોપીઓને પુછપરછ દરમિયાન લીડ મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સયાજીગંજ પોલીસ મથક સામેના જગદીશ લોજમાં પરવાના વગરની 2 રિવોલ્વર, વિદેશી બનાવટની 2 પિસ્તોલ તથા 85 જેટલા જીવંત કારતુસ પકડી પાડવામાં આવ્યા હતા. ડોન દાઉદ સામે વર્ષ 2022 માં 70 મુજબનું વોરંટ નિકળ્યું હતું. અને આરોપી મળી આવતા નથી. તથા ફરિયાદીનું મોત થયું છે. તેમજ એક આરોપી પણ મૃત્યુ પામ્યો છે. સહિત 5 જેટલા કારણો જણાવીને અદાલતે 3 આરોપીઓને નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો હતો. એડિ. સિવિલ જજે ડિસેમ્બર-2023 ના રોજ આપેલા ચુકાદામાં દાઉદ ઇબ્રાહિમ સહિત ત્રણને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. જો કે, જાગૃત નાગરિકે સમગ્ર મામલે અપીલ કરવા અને મામલાની ફેર તપાસ કરવા માટે ઉચ્ચ કક્ષાએ માંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને સમગ્ર મામલો હાલ સપાટી પર આવ્યો છે, અને ચર્ચા જાગી છે.