લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ અત્યારે જોર પ્રચાર કરી રહીં છે. જોકે, કોંગ્રેસના કેટલાક નેતાઓ અત્યારે ભાનભૂલીને પ્રચાર કરતા હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ નેતાનું ઘોર વિવાદિત નિવેદન સામે આવ્યું છે. કહેવાય છે કે, અવસાન પામેલા કોઈ વ્યક્તિ વ્યક્તિ વિશે અપશબ્દો ના બોલવા જોઈએ. પરંતુ કોંગ્રેસના એક નેતાએ તો ભારતના રાષ્ટ્રીય પિતા એવા મહાત્મા ગાંધીનું અપમાન કર્યું છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂ(Indranil Rajguru)નું એક વિવાદિત નિવેદન વાયરલ થયું છે. આ વીડિયામાં તેઓ મહાત્મા ગાંધી વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારતા જોવા મળી રહ્યાં છે. ઘટનાની વિગતે વાત કરવામાં આવે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂ (Indranil Rajguru)એ મહાત્મા ગાંધીને લુચ્ચા ગણાવ્યા છે. કોંગ્રેસ નેતાએ પોતાના ભાષણમાં રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું છે. જેનો એક વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે.
આ સાથે ઇન્દ્રનીલ રાજગુરૂએ પોતાના ભાષણમાં રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી કરતા પણ વધારે મહાન ગણાવ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરૂએ કહ્યું કે, ‘ગાંધીજીમાં તો ક્યાંક લૂચ્ચાઈ હતી.’ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જાહેરમંચ પરથી આવી રીતે રાષ્ટ્રપિતાનું અપમાન કરવું કેટલું યોગ્ય હોઈ શકે? નોંધનીય કે, કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ આ સૌથી મોટો બફાટ કર્યો છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા થોડા સમય પહેલા કોંગ્રસના લોકસભાના ઉમેદવારા પરેશ ધાનાણીએ પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસના આ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ તો પોતાની હદ વટાવી દીધી છે. તેમણે કોઈ સામાન્ય વ્યક્તિનું અપમાન નથી કર્યું! જે વ્યક્તિ પોતાના જીવન દરમિયાન ભારતના લોકો માટે લડ્યા છે અને નિસ્વાર્થ ભાવે દેશની સેવા કરી છે તેવા ગાંધીજી વિશે છેલ્લી હદ સુધીના અપશબ્દો ઉચ્ચાર્યા છે. નોંધનીય છે કે, મહાત્મા ગાંધીજી વિશેના આ ઘોર અપમાન માટે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ જાહેર મંચ પરથી આખા દેશની માફી માંગવી જોઈએ. કારણ કે, ગાંધીજીનું અપમાન એ માત્ર ગાંધીજીનું અપમાન નથી પરંતુ ભારતનું અસ્મિતા અને સમગ્ર ભારતનું અપમાન છે.