કેનેડા (Canada)થી એક દર્દનાખ ઘટના સામે આવી છે. અહીં એકસાથે અનેક વાહનોના અકસ્માતમાં એક ભારતીય દંપતી સહિત ત્રણ મહિનાના પૌત્રનું મોત થયું છે. આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ દારૂની દુકાનમાં લૂંટના શંકાસ્પદ વ્યક્તિનો પીછો કરી રહી હતી જે ખોટી દિશામાં વાહન ચલાવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ટોરોન્ટોથી લગભગ 50 કિલોમીટર પૂર્વમાં વ્હીટબીમાં NH-401 પર સર્જાયેલા અકસ્માતમાં ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા ટોરોન્ટોએ એક પોસ્ટમાં જણાવ્યું હતું સીજી હોસ્પિટલમાં શોકગ્રસ્ત પરિવારને મળ્યા હતા અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે અમે કેનેડા (Canada)ના અધિકારીઓના સંપર્કમાં છીએ.
ઑન્ટેરિયોના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે થયેલી અથડામણમાં ત્રણ મહિનાના એક શિશુ સહિત ચાર લોકોના મોત થયા હતા. દુર્ઘટના સમયે પીડિતો, ભારતથી આવતા, નિસાન સેન્ટ્રામાં મુસાફરી કરી રહ્યા હતા. દંપતીની સાથે તેમના પૌત્રનું પણ ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.