T20 World Cup : T20 વર્લ્ડ કપ (T20 World Cup)2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર શરૂ થવાનો છે. T20 વર્લ્ડ કપ 2024 પહેલા અચાનક એક સમાચારે ચારે તરફ હલચલ મચાવી દીધી છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝને જૂન મહિનામાં T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન આતંકવાદી હુમલાની ધમકી (terrorist attack )મળી છે. ઉત્તર પાકિસ્તાનમાં (Pakistan)હાજર ISની અફઘાનિસ્તાન-પાકિસ્તાન શાખા IS-ખોરાસાને T20 વર્લ્ડ કપ દરમિયાન આતંકવાદી હુમલાની ધમકી આપી છે. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ તરફથી કેરેબિયન દેશોને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.
ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ જોકે વેસ્ટ ઇન્ડીઝમાં T20 વર્લ્ડ કપ માટે સુરક્ષા જોખમના ભયને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપ 2024 માટે કડક સુરક્ષાની ખાતરી આપી છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ જોની ગ્રેવસે ક્રિકબઝને જણાવ્યું હતું કે, ‘અમે તમામ હિતધારકોને ખાતરી આપવા માંગીએ છીએ કે ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં દરેકની સુરક્ષા અમારી પ્રથમ નંબરની પ્રાથમિકતા છે અને અમારી પાસે એક વ્યાપક અને મજબૂત સુરક્ષા યોજના છે.’
માહિતી અનુસાર, પ્રો-ઈસ્લામિક સ્ટેટ તરફથી T20 વર્લ્ડ કપ પર સંભવિત ખતરા અંગેની ગુપ્ત માહિતી મીડિયા ગ્રુપ ‘નાશિર પાકિસ્તાન’ દ્વારા પ્રાપ્ત થઈ છે. વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ 2024ની મેચો એન્ટિગુઆ અને બાર્બુડા, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ, ત્રિનિદાદ અને ટોબેગોમાં યોજાશે. અમેરિકાના ફ્લોરિડા, ન્યૂયોર્ક અને ટેક્સાસમાં પણ મેચો છે પરંતુ અમેરિકામાં ગેમ્સ પર કોઈ ખતરો નથી. બે સેમી ફાઈનલ ત્રિનિદાદ અને ગયાનામાં રમાશે અને ફાઈનલ બાર્બાડોસમાં રમાશે.
જ્યારે આઈસીસીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે તેમનું નિવેદન CWI જેવું જ છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર શરૂ થશે. ICCની આ મેગા ઈવેન્ટ 1 જૂનથી 29 જૂન સુધી રમાશે. આ T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે. ટીમ ઈન્ડિયા 5 જૂનથી આયર્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2024માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતનો મુકાબલો 9 જૂન 2024ના રોજ ન્યૂયોર્કમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે.